સોલાર રૂફટોપ યોજના ગુજરાત @solarrooftop.org.in

સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022: આજના અતિ આધુનિક યુગ માં હવા પ્રદુષણ એ ખુબજ મોટો પ્રશ્ન છે જેના લીધા વાતાવરણ માં ખુબજ હાનિ પહોંચી રહી છે જેના બચાવ ના ભાગ રૂપે સરકારશ્રી દ્વારા 2012 માં સોલાર રૂફટોપ યોજના બહાર પાડવામાં આવી, ગુજરાત સરકાર દ્વારા 2009 માં એક નીતિ બહાર પાડવામાં આવી જે સૌર ઊર્જા બાબતે હતી અને આ નીતિ અંતર્ગત ગુહારાત સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.

સોલાર રૂફટોપ યોજના 2022
સોલાર રૂફટોપ યોજના અંતર્ગત લોકો ના છત ઉપર સોલાર પ્લેટ લગાડવામાં આવે છે જે પ્લેટ આખો દિવસ સૂર્ય ના તડકા માં પોતાની એનર્જી સેવ કરે છે અને રાત્રે આ પાવર નો ઉપયોગ લોકો વીજળી રૂપે કરી શકે છે, સોલાર પ્લેટ લગાડવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ ધારાધોરણો મુજબ સબસીડી પણ આપવામાં આવે છે અને લોકો દ્વારા સોલાર એનર્જી નો ઉપયોગ કર્યા બાદ વધતી એનર્જી જે તે વ્યક્તિ કંપની ને વેચી શકે છે અને તેનું નિયમ અનુસાર મળવા માત્ર યુનિટ દીઠ નું પેમેન્ટ વ્યક્તિ ને મળશે.

યોજનાનું નામસોલાર રૂફ ટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર
લાભ કોને મળેદેશના તમામ નાગરિકો
મળવાપાત્ર સબસીડી20% થી 40%
ઓફિશિયલ વેબસાઈટsolarrooftop.gov.in
સોલાર રૂફટોપ યોજના નો હેતુ

સોલાર રૂફટોપ યોજનાનો મુખ્ય હેતુ હવા માં રહેલ પ્રદુષણ ને દૂર કરવામાં ભાગીદાર બનવાનું છે ઉપરાંત
સૌર ઊર્જા ને પ્રોત્સાહન આપવું
હવામાં કાર્બન નું ઉત્સર્જન ઘટાડવું
અન્ય પુનઃપ્રાપ્ય સ્રોતો જેવા કે કોલસો પેટ્રોલ ડીઝલ વગેરે પરની નિર્ભરતાં ઘટાડવી
સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું

સોલાર રૂફટોપ યોજના માં અરજી કોણ કરી શકે

સોલાર રૂફટોપ યોજના અંતર્ગત અરજી કરવા માટે ના એવા કોઈ ખાસ નીતિ નિયમો નથી કે આટલા જ લોકો ને આ યોજના નો લાભ મળી શકે, અહીં સરકારશ્રી દ્વારા સૌર ઊર્જા ને પ્રોત્સાહન આપી હાવમાન ને પ્રદુષણ રહિત કરવા ના ઉમદા હેતુ થી આ યોજના બહાર પાડવામાં આવેલ હોય જેથી વધુ માં વધુ લોકો આ યોજના નો લાભ લઈ અને પોતાને ત્યાં સોલાર પેનલ લગાવે એજ ધ્યેય છે  સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવા માટે જે તે જગ્યા વ્યક્તિ ની માલિકી ની હોવી જરૂરી છે.

સોલાર રૂફટોપ યોજના માં સબસીડી કોને મળી શકે.

સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવતી દરેક વ્યતી ને સબસીડી નો લાભ સરકારશ્રી ના ધારાધોરણ મુજબ સબસીડી મળવા પાત્ર છે માત્ર એક નિયમ લાગુ પાડવા પાત્ર રહેશે કે આ લગાવવામાં આવતી સોલાર પેનલ સ્વદેશી હોવી જરૂરી છે વિદેશી કંપની ની બનાવટ ની પેનલ વ્યક્તિ લગાવે તો તેના ઉપર સબસીડી મળવા પાત્ર નથી.

સોલાર રૂફટોપ યોજના માટે સોલાર પેનલ લગાડવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

સોલાર રૂફટોપ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ અરજી કરી પોતાની છત ઉપર પેનલ લગાવી ઉર્જા નો ઉપયોગ કરી શકે છે અને ઘરે આવતા લાઇટબીલ થી લાંબા સમય સુધી છુટકારો મેળવી શકે છે.
સોલાર રૂફટોપ યોજના અંતર્ગત દરેક વ્યક્તિ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે અથવા નજીક ના કાફે મ અકે જ્યાં કોમ્પ્યુટર દ્વાર વ્યક્તિ ઓનલાઈન અરજી કરી આપશે . જેમાં ઓનલાઈન અરજી કરવા નીચે મુજબ ના સ્ટેપ ધ્યાને રાખવા.

સોલાર રૂપટોપ યોજના ની ઓનલાઈન અરજી માટે ના સ્ટેપ

સૌ પ્રથમ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ www.suryagujarat.guvnl.in માં જાઓ અથવા કેન્દ્ર સરકારની ઓફિશિયલ વેબસાઈટ www.solarrooftop.gov.in માં જાઓ. 
આ વેબસાઈટ માં સોલાર રૂપટોપ યોજના ઓનલાઈન અરજી માટે ક્લિક કરો તેમાં તમામ જરૂરી માહિતી ભરી સબમિટ બટન ક્લિક કરો.
ઓનલાઈન અરજી કર્યા બાદ ટેકનિકલી ફિઝિબિલિટી અપરુવલ માટે સંબંધિત ડેસકોમ ને ઓનલાઈન મોકલવામાં આવશે.
ટેકનિકલી ફિઝિબિલિટી અપરુવલ થયા બાદ ઓનલાઈન પોર્ટલ ઉપર નોંધણી થયેલ કોઈ પણ વેન્ડર પાસે થી તમે સોલાર પેનલ લગાવી શકો છો.
જેટલી સોલાર ઉર્જા ની તમારે જરૂરિયાત હોય એ મુજબ નું સોલાર પેનલ પસંદ કરી લગાવવું જોઈએ.
અહીં વીજળી ના ઘર જરૂરિયાત બાદ વધતી વીજળી તમે વોટ ના ભાવે સરકારશ્રી ને વહેંચી શકશો.
દરેક સોલાર પેનલ મુજબ ના સબસીધી ના રેટ અલગ અલગ રહેશે.

સોલાર પેનલ યોજના સબસીડી 

સોલાર પેનલ યોજના માં દરેક લોકો કે જેઓ પેનલ લગાવે તેઓ ને સબસીડી મળવા પાત્ર રહશે તેમજ પેનલ ની કેપિસિટી મુજબ તેની સબસીધી નિર્ધારિત કરવામાં આવેલ છે 

સોલાર રૂપટોપ યોજના 2022 હેઠળ સોલાર પેનલ લગાડવાનો ફાયદો

સોલાર રૂપટોપ યોજનાનો ફાયદો ઉપર જણાવ્યા મુજબ વાતાવરણ માટે મોટા પાયે છે એ ઉપરાંત દરેક વ્યક્તિ ના આર્થિક ખર્ચ બચત માટે પણ આટલી જ ઉપયોગી આ યોજના છે જેમાં સામાન્ય રીતે સમજીએ તો. 

ઉદાહરણ તરીકે.  દર મહિને સામાન્ય માણસ ના ઘરે પણ આવતું મહિનાનું લાઈટ બિલ ઓછા માં ઓછું 1 હજાર રૂપિયા નું હોય છે , દર બે મહિને આવતું લાઈટ બિલ દરેક ઘર માટે 2 હજાર આસપાસ રહેતું હોય છે આમ દર વર્ષ નું સામાન્ય લાઈટ બિલ 12 હજાર જેટલું સરેરાશ થવા પામે છે..... અહીં સામાન્ય ઘર માટે લગાવવામ આવતી સોલાર પેનલ સબસીડી બાદ કરતાં 28 હજાર માં પડશે એટલે કે અઢી વર્ષ નું લાઈટ બિલ જેટલો ખર્ચ એક સામાન્ય ઘરે સોલાર પેનલ લગાવવામાં આવશે, હવે આ પેનલ એક વાર ઘરે છત ઉપર લગાવ્યા બાદ 20 વર્ષ સુધી ચાલે તેવી કેપિસિટી ધરાવે છે માટે 28 હજારના એક વાર ખર્ચા માં 20 વર્ષ સુધી લાઈટ બિલ ભરવામાંથી છુટકારો ..... આમ 17 વર્ષ સુધી ની વીજળી ફ્રી માં વાપરવામાં મળશે.. છે ને મોટી બચત ની વાત.

સોલાર પેનલ લગાવવા માટે સરકારશ્રી દ્વારા માન્ય એજન્સી ઓ નું લિસ્ટ અહીં આપવામાં આવેલ છે જેમાં દરેક જિલ્લા અને તાલુકા વાઇઝ એજન્સી ના ઓનર નું નામ નંબર તેમજ એજન્સી નું સરનામું આપેલ છે જેના માધ્યમ દ્વારા આપ સરળતા થી સોલાર પેનલ તમારા ઘરે લગાવી શકશો તેમજ આ એજન્સીઓ સરકાર માન્ય હોવાથી તમામ સબસીડી નો લાભ મેળવી શકશો.

સોલાર રૂફ ટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવાઅહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાલિંક 1  લિંક 2
સરકાર માન્ય સોલાર પેનલ એજન્સી લિસ્ટઅહીં ક્લિક કરો

આ યોજના બાબતે કોઈ વ્યક્તિ ને કાઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ માં લખી ને જણાવે અમે વહેલી તકે તેનો જવાબ આપીશું 

પ્રિય વાચક મિત્રો તમે આ લેખ www.marugujaratbharti.in દ્વારા વાંચી રહ્યા છો. નવી ભરતીની માહિતી, પરિણામ, કોલ લેટર, પુસ્તકો, નવી સરકારી યોજનાની માહિતી વગેરે સહિતની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે ગૂગલમાં 24 કલાક અમારી વેબસાઈટ www.marugujaratbharti.in સર્ચ કરી શકો છો.

અમારી વેબસાઇટની મુલાકાત લેવા માટે

આભાર.🙏

Post a Comment

Previous Post Next Post