LPG રાંધણ ગેસ સબસીડી 2022

LPG રાંધણ ગેસ સબસીડી 2022

LPG રાંધણ ગેસ સબસીડી  સામાન્ય: 

 • વાચક મિત્રો ને જણાવવાનું કે અહીં આપણે LPG રાંધણ ગેસ ની સબસીડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં જો હા તો તમને ખબર છે તમારા ખાતા માં કેટલા રૂપિયા ક્યાં મહિને જમા થયાં અને ના તો કેમ?
 • અહીં અમારી ટિમ દ્વારા તમને વિગતવાર માહિતી આ આર્ટિકલ ના માધ્યમ થી આપવામાં આવશે કે તમાંરા ખાતામાં આવતી રાંધણ ગેસ ની સબસીડી ને ઓનલાઈન કેમ રીતે ચેક કરવી તેમજ જે મિત્રો ના ખાતા માં ગેસ સબસીડી જમા થયેલ નથી તેઓએ શુ પ્રોસેસ કરવી.

LPG રાંધણ ગેસ સબસીડી 2022

 • સરકારશ્રી દ્વારા ઉજવલા યોજના અંતર્ગત દરેક પરિવારો ને રાંધણ ગેસ આપેલ છે, હાલ મોટા ભાગ ના પરિવારો ના ઘરે રસોડા માં આપણ ને ગેસ ની સુવિધા જોવા મળે છે જે ખુબજ સારી બાબત છે સરકારશ્રી ની આ યોજના સ્ત્રીઓ માટે ખરેખર આશીર્વાદ રૂપ બની રહી છે , પહેલા ના સમય માં સ્ત્રી ઓ ને રસોઈ બનાવવા માટે ચૂલા કે પ્રાઈમ્સ નો ઉપયોગ કરવો રહેતો જેના પરિણામે ધુવાડા ના લીધે તેમજ દમ, અસ્થમા, શ્વાસ અને આંખો ની રોશની ઘટવી જેવી ગંભીર બીમારીઓ નો સામનો કરવો પડતો ઉપરાંત રસોઈ બનવામાં ઘણો સમય લાગતો , હાલ ગેસ ની વ્યવસ્થા ના લીધે આ બધી બીમારી થી બચી શકાય ઉપરાંત સમય નો બચાવ થતા સ્ત્રી ને આરામ નો સમય , બાળકો સાથે વહાલ કરવાનો સમય મળી રહે છે 
 • હાલ કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર ની દરેક સ્ત્રી ને ગેસ ની સુવિધા મળતા ધન્યતા અનુભવે છે , 
 •  પરંતુ ગેસ ની સુવિધા આટલી મોંઘવારી માં પરવડે તેમ નથી, હાલ સામાન્ય માણસ ને જીવન ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ બની રહ્યું છે , મોંઘવારી અશમાને પહોંચી છે તેમાં ગેસ નો ભાવ ખુબજ વધુ હોવાથી હાલાકી નો સામાન્ય પરિવારે સામનો કરવો પડી રહ્યો છે જેથી સરકાર શ્રી દ્વારા દર મહિને સમયસર ગેસ ની સબસીડી જમા કરવા માં આવે તો ગેસના ભાવ ને લઈ થોડી રાહત ની અનુભૂતિ થાય.

LPG રાંધણ ગેસ સબસીડી 

 • સરકારશ્રી દ્વારા તાજેતરમાં ગેસ ની સબસીડી પાછી ગ્રાહકો ના ખાતા માં જમા કરવાની શરૂ કરેલ છે,
 • સરકારશ્રી દ્વારા અગાઉ પણ ગેસ ની સબસીડી જમા કરવામાં આવતી હતી પરંતુ અમુક સમય પહેલા આ સબસીડી  બંધ કરેલ હતી જેની ફરી પાછી શરૂ કરવામાં આવેલ છે 
 • ઘણા ગ્રાહકો ને ખબર ના હોય કે પોતાની ગેસ ની સબસીડી ખાતામાં જમા થાય છે કે નહીં? જેના અનુસંધાને અહીં અમારી ટિમ દવારા દરેક ગેસ ગ્રાહકો ને ખ્યાલ આવે કે તેમના ખાતામાં ગેસ ની સબસીડી જમા થાય છે કે નહીં તે પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા ચેક કરી જાણી શકે તે ઉમદા હેતું થી આ આર્ટિકલ લખવામાં આવેલ છે

ઓનલાઈન કેવી રીતે ચેક કરવું

LPG રાંધણ ગેસ સબસીડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં તે ચેક કરવા માટે નીચે આપેલ screenshot ને અનુસરવા. 👇અહીં ઉપર જણાવ્યા મુજબ દરેક ગ્રાહક પોતાના ખાતા માં રાંધણ ગેસ ની સબસીડી જમા થાય છે કે નહીં તેમજ કેટલી જમા થાય છે તે ઘરે બેઠા ચેક કરી શકે છે.

ગેસ સબસીડી ચેક કરવા અહીં ક્લિક કરો

Check LPG Subsidy Account Number Online

જેમને સબસીડી જમા થતી નથી

 • જે ગ્રાહક મિત્રો ના ખાતામાં ગેસ સબસીડી જમા થતી નથી તે લોકો જ્યાંથી ગેસની બોટલ લેય છે ત્યાં ડીલર પાસે પોતાનું ગેસ કનેક્શન ઓનલાઈન ચેક કરવી લે તેમાં અમુક પ્રોસેસ બાકી રહી ગયેલ હોય અથવા જે તે સમયે આપેલ માહિતી કે ડોક્યુમેન્ટ માં કોઈ ભૂલ રહી ગયેલા હોવાના કારણે તેમના ખાતામાં ગેસ ની સબસીડી જમા થયેલ ના હોય તો માહિતી સુધારી નવેસર થી ડોક્યુમેન્ટ અપલોડ કરી ગેસ સબસીડી શરૂ કરવી શકે છે ,તેમજ કોઈ ગ્રાહક ની સબસીડી અન્ય કોઈ ના ખાતા માં જમા થતી હોય તો તેઓ ઓનલાઈન કમ્પ્લેઇન નોંધાવી શકે છે જે ઉપર ના screenshot માં જણાવેલ છે.

વાચક મિત્રો અહીં તમારા ખાતામાં જમા થતી ગેસ ની સબસીડી કેવી રીતે ઓનલાઈન ચેક કરવી તેના વિશે જરૂરી માહિતી આપવામાં આવી.

ગેસ સબસીડી બાબતે કોઈ વાચક મિત્ર ને કાઈ પ્રશ્ન હોય તો તેઓ નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં જણાવે અમારી ટિમ દ્વારા વહેલી તકે તેનો જવાબ આપવામાં આવશે.

આ આર્ટિકલ તમે www.marugujaratbharti.in ના માધ્યમ દ્વારા વાંચી રહ્યા હતા , અમારી વેબસાઈટ ની મુલાકાત લેવા બદલ આભાર.

2 Comments

 1. Mare ghana time thi subsidy bandh thai gai che

  ReplyDelete
 2. જ્યાંથી ગેસ બોટલ ભરાવતા હોવ તે ગેસ ડીલર પાસે ઓનલાઈન ચેક કરાવો શુ વાંધો છે તે ખ્યાલ આવી જશે અને બીજા ના ખાતા માં જમા થઈ જતી હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો.

  ReplyDelete

Post a Comment

Previous Post Next Post